બાંગ્લાદેશમાં બંધારણમાંથી ધર્મનિરપેક્ષતાને દૂર કરવાની દરખાસ્ત

બાંગ્લાદેશમાં બંધારણમાંથી ધર્મનિરપેક્ષતાને દૂર કરવાની દરખાસ્ત

બાંગ્લાદેશમાં બંધારણમાંથી ધર્મનિરપેક્ષતાને દૂર કરવાની દરખાસ્ત

Blog Article

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછીથી મુસ્લિમ કટ્ટરપંથીઓ હાવી બન્યા છે અને હિન્દુઓ સહિતની લઘુમતી પર અત્યાર કરી રહ્યાં છે. હવે બાંગ્લાદેશના એટર્ની જનરલે બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષતા’ અને ‘સમાજવાદ’ દૂર કરવાની દરખાસ્ત કરી છે. બાંગ્લાદેશના ટોચના કાનૂની અધિકારી એટર્ની જનરલ મોહમ્મદ અસઝઝમાને દેશના બંધારણમાં માટાપાયે ફેરફારો કરવાની પણ દરખાસ્ત મૂકી છે. એટર્ની જનરલની દરખાસ્તથી બાંગ્લાદેશમાં ડિબેટ ચાલુ થવાની ધારણા છે, કારણ કે તે દેશની ઓળખ અને શાસનના મૂળભૂત પાસાઓને સ્પર્શે છે.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અસઝઝમાને આ દસ્તાવેજમાં સમાવિષ્ટ સિદ્ધાંતો તરીકે “ધર્મનિરપેક્ષતા” અને “સમાજવાદ” ને દૂર કરવાની હાકલ કરી હતી. હાઇકોર્ટમાં આ સુનાવણી અગાઉની અવામી લીગ સરકાર દ્વારા 2011માં અમલમાં મુકવામાં આવેલા 15મા સુધારાને પડકારતી રિટ પિટિશનથી સંબંધિત હતી. આ સુધારામાં રાજ્યના સિદ્ધાંત તરીકે બિનસાંપ્રદાયિકતાને પુનઃસ્થાપિત કરવા અને શેખ મુજીબુર રહેમાનને રાષ્ટ્રપિતા તરીકે નિયુક્ત કરવા સહિત અનેક ફેરફારો કરવામાં આવ્યા હતા. જોકે વર્તમાન વચગાળાની સરકાર સુધારાની મોટાભાગની જોગવાઈઓને ઉથલાવી નાખવા માંગે છે. સરકાર 15મા સુધારાને પડકારતી પિટિશનને સમર્થન આપે છે, જેનું લક્ષ્ય રખેવાળ સરકારની સિસ્ટમ અને લોકમત માટેની જોગવાઈઓને પુનઃસ્થાપિત કરવાનો છે.

Report this page